ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો

 ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો  

અમે સખી મંડળની બહેનો મળીને આર્થીક રીતે પગભર થઇએ તે માટે રિવોલ્વીંગ ફંડ અને આર્થીક મદદની કામગીરી કરી રહ્યા છે. સખી મંડળના કારણે અમને આગળ વધવાની તક મળી છે.-યોગીનીબેન કલ્પેશભાઇ પટેલ

સખી મંડળના લાભાર્થીશ્રી યોગીનીબેન પટેલે પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો 

નવસારી,તા.27: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે... જન કલ્યાણના સેવા કાર્ય માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪નું આયોજન કરાયું હતું. જે અન્વયે સુરખાઇ, ચીખલી ખાતે યોજાયેલ નવસારી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાંથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામના દાંડે ફળીયાના રહેવાસી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારીના મીશન મંગલમ યોજના અંતર્ગત જય સતીમાં સખીમંડળને રૂપિયા ૭૦૦૦૦૦/- લાખની સહાય મેળવતા લાભાર્થીશ્રી યોગીનીબેન કલ્પેશભાઇ પટેલે પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, અમને સખીમંડળમાં જોડાયા પછી ઘણી સહાય મળી છે. આજ રોજ અમારા સખી મંડળને ૭૦૦૦૦૦/- લાખની લોન મળી છે. અમે બધી બહેનો મળીને આર્થીક રીતે પગભર થઇએ તે માટે અમે રિવોલ્વીંગ ફંડ અને આર્થીક મદદની કામગીરી કરી રહ્યા છે. જેનાથી અમે આગળ વધવાની તક મળી છે. જેના માટે અમે સરકારશ્રી અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. 

Comments