Bilimora news :સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બીલીમોરા નગરપાલીકાના જાહેર સ્થળોએ સાફ સફાઈ હાથ ધરાઈ
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો
બસ ડેપો, જાહેર શૌચાલય, પાર્કીંગ જેવા સ્થળોએ સાફસફાઇ કરી નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઇ
નવસારી,તા.૨૩: સ્વચ્છતા અભિયાનને વધુમાં વધુ વેગવંતુ બનાવવા અને સમગ્ર દેશને સ્વચ્છ કરવા સરકારશ્રી દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ નગરપાલીકાઓમાં જાહેર સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જેમાં બીલીમોરા નગરપાલીકાના બસ સ્ટેન્ડ, શૌચાલય, પાર્કીંગ, જાહેર માર્ગો, શેરીઓ, કચેરીઓ તેમજ વિવિધ જાહેર સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવી હતી. રસ્તા પર પડેલા પ્લાસ્ટીકના ઢગલાઓ તેમજ કચરાને ઉપાડીને યોગ્ય નિકાલ કરાયો હતો. આ તકે નાગરિકોને આસપાસ સફાઇ જાળવવા સફાઇ મિત્રો દ્વારા અપીલ કરાઇ હતી.
Comments
Post a Comment