ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો

 ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો  

ડીઆરડીએની મીશન મંગલમ યોજના અંતર્ગત જગ જન્ન્ની સખીમંડળને રૂપિયા ૭ લાખની લોન મેળવતા લાભાર્થીશ્રી સ્મીતાબેન ચૌહાણ પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો

આ નાણાનો ઉપયોગ બહેનોના સશક્તિકરણ માટે કરીશું.-સખીમંડળના લાભાર્થીશ્રી સ્મીતાબેન ચૌહાણ

નવસારી,તા.27: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે... જન કલ્યાણના સેવા કાર્ય માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪નું આયોજન કરાયું હતું. જે અન્વયે સુરખાઇ, ચીખલી ખાતે યોજાયેલ નવસારી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાંથી નવસારી જિલ્લાના નવા ફળીયા,ઉગત ગામના રહેવાસી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારીના મીશન મંગલમ યોજના અંતર્ગત જગ જન્ન્ની સખીમંડળને રૂપિયા ૭૦૦૦૦૦/- લાખની સહાય મેળવતા લાભાર્થીશ્રી સ્મીતાબેન ચૌહાણ પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો હતો. 

સ્મીતાબેને જણાવ્યું હતું કે, અમે ૧૦ બહેનો મળી જગ જન્ન્ની સખીમંડળ ચલાવીએ છે. જેમાં સરકારશ્રી તરફથી અમને ૭ લાખની લોન મળતા અને પશુપાલન અને આર્થીક સહાય જેવી પ્રવૃતિઓમાં ઉપયોગ કરીશું. આ નાણાનો ઉપયોગ બહેનોના સશક્તિકરણ માટે કરીશું. અમને સહાય આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મીશન મંગલમ યોજના અને ગુજરાત સરકારશ્રીના આભારી છીએ.

Comments