ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો

 ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: નવસારી જિલ્લો  

પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત રૂપિયા ૦૩ હજારની સહાય મળવતા લાભાર્થીશ્રી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહે પોતાની મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો

ગીર ગાય પ્રાકૃતિક ખેતી માટે લીધી છે.  પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય ખુબ જરૂરી છે.-ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના રહેવાસી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહ

નવસારી,તા.27: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે... જન કલ્યાણના સેવા કાર્ય માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪નું આયોજન કરાયું હતું. જે અન્વયે સુરખાઇ, ચીખલી ખાતે યોજાયેલ નવસારી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાંથી ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના રહેવાસી અને પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત રૂપિયા ૦૩ હજારની સહાય મળવતા લાભાર્થીશ્રી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહે પોતાને મળેલ લાભનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,  આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મને પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત રૂપિયા ૦૩ હજારની સહાય આપવામાં આવી છે. મેં ગીર ગાય પ્રાકૃતિક ખેતી માટે લીધી છે.  પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય ખુબ જરૂરી છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, પોતે છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ ચાર ગીર ગાય તેઓની પાસે છે. આવા લાભ દરેક ખેડૂતે લેવા જોઇએ એમ જણાવી તેમણે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જોઇએ એમ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે વડાપ્રધાનશ્રી નરેદ્ન્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું બીડું ઉપાડ્યું છે. ત્યારે આવક બમણી કરવા માટે ખેતી ખર્ચ ઘટાડવો પડે જેના માટે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી છે એમ ઉમેર્યું હતું. 

લેખ -વૈશાલી પરમાર (info Navsari gog)

Comments