નવસારી જિલ્લામાં આગામી તા.૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી PM-JANMAN ૨.૦ મિશન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો થશે
નવસારી જિલ્લામાં આગામી તા.૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી PM-JANMAN ૨.૦ મિશન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો થશે
*સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા વહીવટી તંત્ર આદિમજુથ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ*
-
નવસારી,તા૨૩: વડાપ્રધાનશ્રી દ્વારા તા.૧૫મી નવેમ્બર, ૨૦૨૩થી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN)ની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત આદિજાતિ સમુદાય પૈકી અતિ પછાત એવા આદિમજુથ (PVTG) કોળચા, કોટવાળીયાના વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના ૧૧૩ ગામોમાં કુલ ૨૩૫ વસાહતોમાં વસતા આદિમજુથ સમુદાયના સર્વાંગી વિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં PM-JANMAN ૧.૦ મિશન અંતર્ગત અગાઉ નવસારી જિલ્લામાં ૩૧૬ - આવાસ, ૨૫૭ - પીએમ-કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન, ૨૪ - વન અઘિકાર અઘિનિયમ-૨૦૦૬ હેઠળ આદેશ૫ત્રો, ગંગપુર ગામે ૧ (એક) મલ્ટી ૫ર્પઝ સેન્ટર (MPC), ગોડથલ ગામે નવી રેશિડેન્શિયલ હોસ્ટેલ તેમજ નલ સે જલ યોજના, નવા વીજળી જોડાણ વિગેરે યોજનાઓનો લાભ આ૫વામાં આવ્યો હતો.
આ મિશન અંગે મહત્તમ લોકજાગૃતિ ફેલાવવા તથા આદિમજુથના લોકોને લાભ આ૫વા માટે સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં તા.૨૩મી ઓગસ્ટ, ૨૦૨૪ થી આગામી તા.૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી PM-JANMAN ૨.૦ મિશન અંતર્ગત આદિમજુથ સમુદાયના દરેક ફળિયાઓ માટે IEC Campaign અને Beneficiary Saturation Camp ની શરૂઆત કરવામાં આવી છે.
આ કેમ્પમાં સરકારશ્રીના જુદા-જુદા વિભાગો દ્વારા આધાર કાર્ડ, પીએમજન-ધન એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ, જાતિ પ્રમાણ૫ત્ર, નવા ઘરેલું વીજ જોડાણ, પીએમ-આવાસ, રાશન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએમ-કિસાન સન્માનનિધિ, નલ સે જલ વગેરે યોજનાઓનો લાભ આ૫વામાં આવનાર છે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે વહીવટદારશ્રીની કચેરી, વાંસદા તેમજ પ્રાંત અઘિકારીશ્રીની કચેરી, તાલુકા સેવા સદન, વાંસદા / ચીખલી ખાતે સંપર્ક કરવાનો રહેશે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા વહીવટી તંત્ર આદિમજુથ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. આથી આદિમજૂથ સમુદાયને PM-JANMAN ૨.૦ મિશન કાર્યક્રમને સફળ બનાવવા ઉક્ત કાર્યક્રમમાં મહત્તમ સંખ્યામાં હાજર રહી લાભ લેવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment