Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

 Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ માં આજરોજ નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનશ્રી રમીલાબેન પટેલના પ્રમુખ સ્થાને 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. બાળકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ વ્યક્તવ્ય અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી હરીશભાઈ ટંડેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાજેશ્રીબેન ટંડેલ દ્વારા વાર્ષિક પરીક્ષામાં ધોરણ 4 અને 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા બાલવાટિકા થી ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ કમાંક પ્રાપ્ત કરેલા બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. 

વાઘરેચ ગ્રામ પંચાયત દ્વારા વેરા સ્કીમ હેઠળ રાખવામાં આવેલ ઈનામો માટે ડ્રો પણ કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા શાળાના બાળકો માટે  તીથીભોજનના આયોજનની વાત કરતાની સાથે જ ત્રણ દાતાએ તિથીભોજન આપવાનું નક્કી કર્યું હતું. રમીલાબેન અને તેમના ભત્રીજા જેનીશભાઈ અને સર્જનભાઈ  દ્વારા તમામ બાળકોને અમૂલ ફ્લેવર દૂધ આપવામાં આવ્યું હતું. અને સરપંચશ્રી તેમજ ગ્રામપંચાયત વાઘરેચ તરફથી સૌ ના માટે મીઠાઈ આપવામાં આવી હતી.













Comments